પ્રતિ પ્રિય મિત્ર...
તમારો/તમારી ખાસ મિત્ર પર ક્યારેય તમને આકર્ષણ આવે અથવા પ્રેમની લાગણી ઉદ્દભવે તો કદી સીધી રજૂઆત ન કરવી જોઈએ કારણ ખરેખરમાં મૈત્રી ખરાબ થાય છે.
આ બાબત એટલી જ ઘૃણાસ્પદ એ સમયે તમારા મિત્રને લાગતી હોય છે જાણે તમે એની પત્ની/પતિ સાથે આડા સંબંધ કેળવ્યા હોય.
મૈત્રીમાં માણસ કેટલીક બાબતોમાં આંધળો બની જતો હોય છે. જેટલો સમય મિત્ર સાથે વધુ પસાર કરો એટલો વધારે મોહ લાગે છે, તેની આગળ માણસ વધારે ઉઘડવા લાગે છે. કોઈ તમને નહીં કહે કઈ બાબત કયા મિત્ર સાથે શેર કરવી, કઈ ન કરવી. બસ, તમે કહી દેશો એને... એ પણ તમને સાંભળશે. તમારી વાતને સહકાર આપશે, નિવારણ લાવવા બનતા પ્રયત્ન કરશે. બસ, આ જ બાબત સીમાં ભૂંસી નાખે છે. કેટલા એકબીજાની પાસપાસે આવી ગયા, એનો ખ્યાલ નથી રહેતો. ખાસ કરીને વિજાતીય જાતિના મિત્રોમાં આવુ બને છે. આ નિકટતા ક્યારેક ગેરસમજ ઉભી કરે છે. તેને મારી સાથે હરવું/ફરવું/રહેવું ગમે છે. બધી વાતો જણાવવી ગમે છે માટે તે મને ચાહતી/ચાહતો હશે. આ વિચાર આવવા પાછળ આપણી સંકુચિત સામાજિક વિચારધારા જવાબદાર છે.
ખાસ કરીને ઉપકરણો અને ઈન્ટરનેટ સુવિધાએ આપણી માનસિકતા સંકુચિત કરી નાખી છે. તે મારી આટલી નજીક આવી/આવ્યો છે, જરુર તેને મારા પ્રેમની, મારા શરીરની, મારી ચાહતની જરુર હશે, એને મારા પ્રેમની અપેક્ષા હશે પણ તે શરમ અથવા ડરના લીધે કદાચ કહેતી/કહેતો નહીં હોય. તો લાવ હું જ સામે ચાલીને એને પ્રેમ કરુ. આવા વિચાર પાછળ પણ ફિલ્મો અને પોર્નનો આધાર હોય છે. એવી કોઈ જગ્યા, એવી કોઈ વ્યક્તિ અથવા એવો કોઈ સંબંધ બાકી નથી રાખ્યો જેને આ લોકોએ કલંકિત ન કર્યો હોય. પહેલાના સમયમાં સારુ હતુ. મનોરંજન અને સામાજિક મૂલ્યો ઉચ્ચ કોટીના હતા પણ હવેની મોટા ભાગની પેઢી પ્રેમ સંબંધ સીવાય બે વિજાતીય વ્યક્તિને નિકટ જોઈ જ નથી શકતી. આ બાબત એટલી સર્વ સામાન્ય થઈ ગઈ છે કે બે વિજાતીય વ્યક્તિ ક્યારેક એકબીજા પાસે આવતા પહેલા ચાર વાર વિચાર કરે છે. ઘણી વ્યક્તિ પોતાનો પ્રેમ પાંગરવા પણ મૈત્રી સંબંધને પોતાનો માર્ગ બનાવે છે.
જે માણસ મૈત્રીમાં અંધ થઈ ગયો/ગઈ હોય છે, જેણે બેવડો વિશ્વાસ મુકી દરેક સમસ્યા, દરેક ઘટના, દરેક નીજી બાબત મિત્રને જણાવી હોય છે એના માટે આ નિકટતા સ્વાભાવિક અને મૈત્રી સભર હોય છે. જેનુ અનુમાન બીજા મિત્રને અલગ લાગી શકે છે. અહીંથી સંબંધમાં સંઘર્ષ ઉદ્દભવે છે.
ઉપર જેમ દાખલો પુરો પાડ્યો એમ પોતાના સગા બેસ્ટફ્રેન્ડને પ્રેમી/પ્રેમિકાની રીતથી સ્વીકારવી અથવા એ દ્રષ્ટિથી જોવી ઘૃણાસ્પદ બાબત લાગવા લાગે છે. માટે કયારેય સીધો એપ્રોચ ન કરવો નીચે દર્શાવેલ બાબત ધ્યાનમાં લેવી જોઈએ.
માનવીનું મગજ ચંચળ થવાનું મુકી દે તો ૫૦% થી વધારે સમસ્યા તેમનુ સમાધાન જાતે જ શોધી લેશે પણ એવુ થવાનુ નથી. હર કોઈ સ્થિત પ્રજ્ઞ નથી હોતુ. બૌધ અને વિવેકાનંદની જેમ. ભાવના અને અનુભવોથી ઉદ્ભવતી લાગણીઓ સાથે માનસિકતા બદલાય જાય છે. બીજી વ્યક્તિને જોવાનો દ્રષ્ટિકોણ પરિવર્તિન પામે છે. આ દુનિયામાં માણસનું ચંચળ મગજ બહુ બધી સમસ્યા ઉભી કરે છે. એવી જ એક સમસ્યા છે પ્રેમ.
તમારી સૌથી પહેલી ભૂલ એ છે કે તમે તમારા ઈમોશનને ઓળખી ન શક્યા. પહેલાથી જ જો તમે બેસ્ટફ્રેન્ડ પ્રત્યેના આશયથી પરિચિત હોત તો મૈત્રીની આંધળીપટ્ટી પાછળ પ્રેમ જાગૃત ન થાત. છતાં, સંપૂર્ણ વાંક તમારો પણ નથી. સમય, સંજોગો અને વર્તન બદલાતા સામેની વ્યક્તિ તરફની ભાવના પણ બદલાય છે. પરંતુ ભૂલ તો ભૂલ જ કહેવાય. મિત્ર માટે પ્રેમ ઉદ્ભવો એ નિશાની છે કે તમારા ઈરાદા કેટલા જુદા છે. તમારા અને તમારા મિત્રના મનમાં આપની મૈત્રીની વ્યાખ્યા જુદી છે. કેટલુ અંતર છે એકબીજામાં.
આ બાબત એટલા માટે હર્ટ કરે છે કે જે માણસ સાથે આટલા સમયથી જોડે રહ્યા, એકબીજાને આટલુ જાણતા હતા, તેમ છતા આ વાત જાણી ન શક્યા? મગજમાં એક જ પ્રશ્ન ઘૂમ્યા કરે "જાને તુ યા જાને ના?" જ્યારે માણસ તેના પ્રેમનો પ્રસ્તાવ બેસ્ટફ્રેન્ડ આગળ મુકે છે, ત્યારે મિત્રતાનો સંપૂર્ણ ભાર બીજી વ્યક્તિ પર આવી જાય છે કે તેના પ્રેમનો સ્વીકાર કરવો કે નહી?
ઘણી કન્યા મૈત્રી ખરાબ ન થાય એ માટે પ્રસ્તાવ સ્વીકારે છે પણ એ સંબંધ પેરેલાઈઝ્ડ થઈ જાય છે. જેમ પેરાલિસીસ થયેલ વ્યક્તિ નુ એક તરફનું શરીર ક્રીયા કરતુ બંધ થઈ જાય છે એમ મૈત્રીમાં બદલયેલો પ્રેમ કોઈ એક વ્યક્તિને નિષ્ક્રિય કરી દે છે. એ નિષ્ક્રિયતા લાગણીની આપ લેની, હૂંફની કે વિશ્વાસની હોય શકે છે.
પણ ઘણી કન્યા અડગ અને અવિચળ હોય છે. જે સંબંધોના કોકટેલ બનાવા નથી માંગતી. તેમનુ ગણિત સીધુ હોય છે. મિત્ર એટલે મિત્ર અને પ્રેમી એટલે પ્રેમી. મિત્ર પ્રેમી ન બની શકે અને પ્રેમી મિત્ર. જ્યારે કોઈ મિત્ર પ્રેમી બનવા પ્રયત્ન કરે છે તેના દુખદ અને કઠોર પરિણામ આવે છે. મિત્રતામાં સવાલ નૈતિકતા અને વફાદારીનો આવી જાય છે. સંબંધ પુરો કરવામાં જરાય વાર નથી થતી. તો જે મિત્રો તેમની બેસ્ટફ્રેન્ડના બેસ્ટફ્રેન્ડ છે એમને સલાહ આપવા માંગીશ કે આવુ સાહસ ન ઉઠાવવું જોઇએ. સમય અને સંબંધ બધુ વેડફાઈ જશે. મિત્ર આગળ પ્રેમ પ્રસ્તાવ મુક્તા પહેલા એક બાબત બીજી એ પણ ચકાસવી જોઈએ કે તમારા સંબંધમાં માન-મર્યાદા કઈ હદ સુધી છે.
ઈજ્જત કરવી...દરેક સંબંધમાં એક બાબત ચોક્કસ તપાસવી જોઈએ. કોણ મારી ઈજ્જત કરે છે? કયા સંબંધમાં કેટલી ઈજ્જત હું ધરાવું છુ?આ પ્રશ્ન હું તમને પૂછું છું શું તમારો/તમારી બેસ્ટફ્રેન્ડ તમારી ઈજ્જત કરે છે કંપેર ટુ ધી અધર પીપલ? માન આપવું અને માન મેળવવું એટલુ જ જરુરી છે જેટલુ વૃક્ષને પાણી આપવુ અને તેની પાસે થી ફળની આશા રાખવી. તમારો બેસ્ટફ્રેન્ડ એક ડાયલે તમારો કોલ ઉપાડી લે. તમારા કહેવાથી તરત કામ પાર પાડી દે વગેરે. આ બધુ જ મૈત્રીમાં અમુલ્ય અને કિંમતી છે પરંતુ તમારી મિત્ર કે તમારા મિત્રને તમારા માટે આદરભાવ કેટલો? તમારા માટે બીજા જોડે લડવા તૈયાર થઈ જતો/જતી મિત્ર, કોઈ તમારા વિશે ખરાબ બોલે તો તેને સામો તિરસ્કારભર્યો જવાબ આપનાર બેસ્ટફ્રેન્ડ તમને કેટલુ માન આપે છે?
પ્રેમનુ મુલ્યાંકન કરતા પહેલા આ બાબતનું મુલ્યાંકન ચોક્કસ કરવુ જોઈએ... ફક્ત એક તરફી પ્રેમીઓએ જ નહીં દરેક વ્યક્તિએ આ બાબતની ચકાસણી તેમના પ્રિય મિત્રો સાથે કરવી જોઈએ, ખ્યાલ તો આવે તમે ક્યાં ઉભા છો એમની નજરમાં. જ્યા આદરભાવ ન હોય એ જગ્યા અને એ સંબંધમાં રહેવુ વ્યક્તિને નિર્જીવ બનાવી દે છે. તમારી જગ્યાએ કોઈ ભિખારી અથવા કચરા પેટી પણ એ સ્થાનમાં હોત તો પણ એ વ્યક્તિને કોઈ ફર્ક નહીં પડે. કચરાપેટી જેમ તમે પણ એ સંબંધમાં એક 'વસ્તુ'થી વિશેષ કઈ નથી. આ વાત પ્રથમ કહેવાનું કારણ એ કે જો તમારી રિસ્પેક્ટ હશે તો જ આગળનો આખરી મુદ્દો તમે જોડી શક્શો બાકી તમારા માટે એ કોઈ કામનો નથી.
જ્યાં વ્યક્તિની આબરુ હોય છે, માન હોય છે ત્યાં તેની હાજરીની ગણતરી થાય છે. તમારી/તમારો મિત્ર જો તમને માન આપતા હોય તો તરત એ સંબંધમાંથી નીકળી જાવ. જો નીકળી ન શકો તો ઓછામાં ઓછું એના પ્રત્યે વ્યવહાર રાખો અને સામાન્યથી ઓછી આપ લે કરો. આ બાબતની નોંધ આવતા તે પુછપરછ કરશે, શું થયુ જાણવા અધીરી બનશે પરંતુ તમારે મક્કમતા જાળવવી પડશે. કોઈ પ્રતિકાર આપ્યા વગર એનાથી દૂર થઈ જવાનુ રહેશે. તે આકાશ પાતાળ એક કરી નાખશે... માફી માંગશે, રડશે, લડશે અને પોતાનુ તેમજ તમારુ માનસિક સ્વાસ્થ્ય બગાડશે. તમારે એના પ્રત્યે નીરસ રહેવું પડશે. આ બધુ ત્યારે જ બનશે જ્યારે તે વ્યક્તિ તમારી વેલ્યુ કરતી હશે, તમારી રિસ્પેક્ટ કરતી હશે. બાકી તો બધી હવામાં વાતો છે. સીકંદર દુનિયા જીતી જતા રહ્યા એમને કોઈ યાદ નથી કરતુ. જ્યાં માન નથી ત્યાં અસ્તિત્વ હોવુ ન હોવુ શુ ફેર પડે છે? જો એને ફેર નહી પડતો હોય તમારા નજીક અથવા દૂર હોવાથી તો પ્રેમનો પ્રસ્તાવ મૂકવો જ મુર્ખામી ગણાય. એ વ્યક્તિ તમારો પ્રેમ શુ નફરતને લાયક પણ નથી. જસ્ટ ઈગ્નોર હર/હીમ. લાઇફમાં બહુ બધી વ્યક્તિ આવશે 'ને આ દેશમાં તો બહુ જ!
તેનાથી દૂર થવાનુ કારણ એ જ કે તમે હવે એના મિત્ર નથી. મૈત્રીને દાગ લગાવવા કરતા એ સંબંધ જ પુરો કરી દેવામાં સારપ છે. તમારી બેસ્ટ ફ્રેન્ડશીપ તમે પુરી કરી. એ સંબંધનું તમે નાહી નાખ્યું. મીનીમમ ત્રણથી છ માસ જેટલો સમય વીતી જવા દો.
કોઈ વ્યવહાર વિના, તેની સાથે વૈચારિક આપ લે વગર ૩-૬માસનો સમયગાળો પસાર કર્યો હોય તો જ હવે આગળ વધજો. તેની પાસે જાવ... જુની બાબત અંગે માફી માંગી નવેસરથી આગળ વધો પણ આ વખતે બેસ્ટફ્રેન્ડ ન બનતા. અંતર જાળવજો, આત્મીયતા કેળવજો, સ્નેહથી તેને નિહાળજો, એક પ્રેમીની હૂંફ આપજો, પોતાની લાગણીઓ ન છુપાવશો, પારદર્શક બની તેની લાગણી સ્વીકારજો. તે જરુર તમારા અંતરની લાગણી સમજશે. એક સમયની તમારી બેસ્ટફ્રેન્ડ તમારી સાથે સૃષ્ટિનો સૌથી અનુપમ સંબંધ અનુરાગનો સેતુ બાંધવા તૈયાર થશે. બસ, લાગણીમાં ગંદકી ન લાવતા.
આ વાત થઈ પુરુષોની. ક્યારેક કેટલીક સ્ત્રીઓ તેમના પુરુષ મિત્ર માટે પ્રેમ અનુભવવા લાગે છે. આવા દાખલા ખૂબ જ ઓછા જોવા મળે છે પણ આવુ થાય છે. મારુ માનવુ છે કે મૈત્રી જાળવી રાખવી જોઈએ. પ્રેમી બીજો મળી જશે પણ આ જમાનામાં લવલાલવલી કર્યા વગર શુદ્ધ મિત્રતા નીભાવનાર પુરુષ મિત્ર બીજો નહી મળે. છતાં, જો પ્રેમનુ પ્રમાણ અસહ્ય હોય તો ઉપર જણાવ્યું એમ મિત્રતાના સંબંધ પર માટી નાખી ફરી નવો સંબંધ બાંધવો જોઇએ.
છેલ્લી વાત:
જેમ પ્રેમી/પ્રેમિકાને 'આઈ લવ યુ' કહેતા હોઈએ છીએ એમ 'આઈ રિસ્પેક્ટ યુ' દરેક બેસ્ટફ્રેન્ડ વારતહેવારે કહેવુ જોઇએ.
-કીર્તિદેવ

Comments
Post a Comment