Posts

પ્રતિ પ્રિય મિત્ર...

Image
  તમારો/તમારી ખાસ મિત્ર પર ક્યારેય તમને આકર્ષણ આવે અથવા પ્રેમની લાગણી ઉદ્દભવે તો કદી સીધી રજૂઆત ન કરવી જોઈએ કારણ ખરેખરમાં મૈત્રી ખરાબ થાય છે. આ બાબત એટલી જ ઘૃણાસ્પદ એ સમયે તમારા મિત્રને લાગતી હોય છે જાણે તમે એની પત્ની/પતિ સાથે આડા સંબંધ કેળવ્યા હોય. મૈત્રીમાં માણસ કેટલીક બાબતોમાં આંધળો બની જતો હોય છે. જેટલો સમય મિત્ર સાથે વધુ પસાર કરો એટલો વધારે મોહ લાગે છે, તેની આગળ માણસ વધારે ઉઘડવા લાગે છે. કોઈ તમને નહીં કહે કઈ બાબત કયા મિત્ર સાથે શેર કરવી, કઈ ન કરવી. બસ, તમે કહી દેશો એને... એ પણ તમને સાંભળશે. તમારી વાતને સહકાર આપશે, નિવારણ લાવવા બનતા પ્રયત્ન કરશે. બસ, આ જ બાબત સીમાં ભૂંસી નાખે છે. કેટલા એકબીજાની પાસપાસે આવી ગયા, એનો ખ્યાલ નથી રહેતો. ખાસ કરીને વિજાતીય જાતિના મિત્રોમાં આવુ બને છે. આ નિકટતા ક્યારેક ગેરસમજ ઉભી કરે છે. તેને મારી સાથે હરવું/ફરવું/રહેવું ગમે છે. બધી વાતો જણાવવી ગમે છે માટે તે મને ચાહતી/ચાહતો હશે. આ વિચાર આવવા પાછળ આપણી સંકુચિત સામાજિક વિચારધારા જવાબદાર છે.  ખાસ કરીને ઉપકરણો અને ઈન્ટરનેટ સુવિધાએ આપણી માનસિકતા સંકુચિત કરી નાખી છે. તે મારી આટલી નજીક આવી/આવ્યો છે, જરુ...